દિવાનું અજવાળું


👉દિવા ના ચિત્ર પર ક્લીક કરતા નવીન વાર્તા પર જઈ શકશો

દિવાનું અજવાળું


એક ઘરમાં પાંચ દિવા પ્રકાશિત હતા.


(ઉત્સાહ નો દીવો )

 એક દિવસે એક દિવાને થયું કે, હું આટલો બળું છું, તોય મારાં પ્રકાશની કોઈને કદર નથી. લાવને હું ઓલવાઈ જાઉં. પોતાને વ્યર્થ સમજીને ઓલવાઈ ગયો. તમને ખબર છે, એ દિવો કોણ હતો?. તે દિવો ઉત્સાહનો પ્રતીક હતો.


આ જોઈ બીજો દિવો જે શાંતિનો પ્રતીક હતો તેને પણ વિચાર્યું કે મારે પણ ઓલવાઈ જવું જોઈએ. નિરંતર શાંતિનો પ્રકાશ આપું છું. છતાં લોકો હિંસા કરે છે. અને શાંતિનો દિવો પણ ઓલવાઈ ગયો.


આ જોઈ ત્રીજો દિવો હિંમતનો હતો. તે પણ પોતાની હિંમત ખોઈ બેઠો ને ઓલવાઈ ગયો.



(હિંમત નો દીવો )

ઉત્સાહ, શાંતિ અને હિંમતને ઓલવાઈ ગયેલાં જોઈ, ચોથા દિવાએ પણ ઓલવાઈ જવાનું ઉચિત સમજ્યું. ચોથો દિવો સમૃધ્ધિનો પ્રતીક હતો.


(સમૃદ્ધિ નો દીવો )


ચારેય દિવા ઓલવાઈ ગયાં, પછી પાંચમો દિવો એક જ રહ્યો હતો, તે નાનો હતો પણ નિરંતર બળતો હતો. ત્યારે એ ઘરમાં એક છોકરાનો પ્રવેશ થયો. એમણે જોયું કે એક દિવો પ્રકાશ આપી રહ્યો છે. તે જોઈને ખુશ થયો. તેણે પાંચમો દિવો ઉપાડ્યોને બીજા ચારેય દિવાને ફરીથી પ્રગટાવ્યાં. તમને ખબર છે,પાંચમો દિવો કયો હતો, તે ધીરજ નો દિવો હતો.

એટલે જ આપણાં ઘરમાં અને મનમાં હંમેશા ધીરજનો દિવો પ્રજ્જવલિત રાખો. તે એક દિવો જ પૂરતો છે. બીજા દિવાઓને પ્રગટાવવા માટે... ખુશીઓ જરૂર આવશે. બસ થોડાં સમયમાં જ બધું સામાન્ય થઈ જશે.


 ધીરજ સાથે ધીરજનો દિવો સદા પ્રજ્વલિત રાખજો

.


(ધીરજ નો દીવો )



👉  પ્રજ્ઞા અભિગમ અહીંયા ક્લીક કરો


👉. ધોરણ 6થી 8 મટીરીયલ માટે ક્લીક કરો  સા વિજ્ઞાન 


👉. ધોરણ 3થી 5 ની તમામ ફાઈલ માટે ક્લીક કરો 


👉પેડાગોજી પાઠ આયોજન માટે અહીંયા ક્લીક કરો 


સત્રાંત પરીક્ષા ના માર્ક ઓનલાઇન કરવા માટે ની માર્ગદર્શન અને પધ્ધતિ 

https://bit.ly/Xmataekmkasotiapp

    

👉એપ્લિકેશન ની દુનિયા અહીંયા ક્લીક કરો



No comments

'; (function() { var dsq = document.createElement('script'); dsq.type = 'text/javascript'; dsq.async = true; dsq.src = '//' + disqus_shortname + '.disqus.com/embed.js'; (document.getElementsByTagName('head')[0] || document.getElementsByTagName('body')[0]).appendChild(dsq); })();
Powered by Blogger.