ધન તેરસ dhanteras

Gujrat
By -
0


_



*મિત્રતા જ સાચું ધન છે મારા બધા સોનાના  સિક્કા જેવા મિત્રોને,


_*ધનતેરસની હાર્દિક શુભકામનાઓ.

दिनों दिन बढ़ता जाए आपका व्यापार, परिवार में रहे स्नेह और प्यार, होती रहे सदा धन की बौछार, ऐसा हो आपका धनतेरस का त्यौहार ।

 🪔 *દિવાળી પર્વની શુભકામના પાઠવવા તમારા તેમજ તમારા બાળકોના ફોટોવાળુ  કાર્ડ બનાવો ઓનલાઈન માત્ર 2 મિનિટ માં⤵️*

*👉 https://bit.ly/Dipavalishubhkamnaphotofrem


તમારા સ્ટેટ્સમાં સેટ કરો અને બધાને વિશ કરો.

 *દિવાળી*

👉🏿મુહૂર્ત

👉🏿પૂજન

👉🏿કથા

👉🏿રંગોળી

👉🏿શુભકામના

https://www.gujrateduapdet.net/2022/10/blog-post_11.html





ધનતેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. આસો માસની વદ તેરસ એટલે કે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસ તો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દિવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.

બદલી news માટે અહીંયા ક્લીક કરો


👉 પરીક્ષા અને પરિણામ પત્રકો અહીંયા ક્લીક કરો 


👉.  હાજરી પ્રશ્ન બેંક અને ઓનલાઇન માર્ક એન્ટ્રી માટે અહીંયા ક્લીક કરો 




2022 ના તમામ પરિપત્ર અને ઠરાવ માટે અહીંયા ક્લીક કરો


👉  પ્રજ્ઞા અભિગમ અહીંયા ક્લીક કરો


👉. ધોરણ 6થી 8 મટીરીયલ માટે ક્લીક કરો  સા વિજ્ઞાન 


👉. ધોરણ 3થી 5 ની તમામ ફાઈલ માટે ક્લીક કરો 


👉પેડાગોજી પાઠ આયોજન માટે અહીંયા ક્લીક કરો 


સત્રાંત પરીક્ષા ના માર્ક ઓનલાઇન કરવા માટે ની માર્ગદર્શન અને પધ્ધતિ 

https://bit.ly/Xmataekmkasotiapp





આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરી ત્રયોદશી કે ધન્વંતરીજયંતી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરીનું પૂજન કરવામાં આવે છે.





પ્રાચીન સમયથી શાસ્ત્રોમાં ધનતેરસનો વિશેષ મહિમા વર્ણવ્યો છે. ધનતેરસે કરેલી દેવી લક્ષ્મીની પૂજા સહસ્ત્ર ગણી ફળદાયી બને છે. માટે અનાદી કાળથી ધનતેરસે મા લક્ષ્મીની પૂજા કરાય છે. ધનતેરસે ધન્વંતરી દેવનું અને કુબેર દેવનું પણ પૂજન કરવું અનિવાર્ય છે તેઓ સમૃદ્ધિ અને ઐશ્વર્યના દેવ છે અને આરોગ્ય સુખાકારીના દેવ ધન્વંતરી છે, લક્ષ્મીકૃપા અને કુબેર કૃપા તેની જ સાર્થક કહેવાય જેનું આરોગ્ય સારું હોય અને તે ધન એશ્વર્ય અને સુખ સમૃદ્ધિ ભોગવી શકે માટે જ આ દિવસે લક્ષ્મી પૂજન સાથે આ બંને દેવોની આરાધના કરવાનો મહિમા છે.


ધનતેરસના દિવસે સાંજે ઘરના મુખ્ય દ્વાર અને આંગણામાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનું, ચાંદી, વાસણો સહિત કેટલીક નવી વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો ધનતેરસની રાહ જોતા હોય છે અને કંઈક ખાસ ખરીદી કરે છે. ઘણા લોકો ધનતેરસના દિવસે વાસણો, ઝવેરાત અને વાહનો ખરીદવા માટે રાહ જુએ છે. કેટલાક લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ધનતેરસને શુભ માને છે.



વનસ્પતિ સૃષ્ટિ ૪૬
  (હેતુ:- વનસ્પતિ પરિચય) 

      ધનતેરસ એટલે શું ?
ધનની પૂજા કરવાનો દિવસ ?
સોના-ચાંદી, રૂપિયાની પૂજા કરવાનો દિવસ?
    જવાબ છે 'ના', 
   ધનતેરસ ઘણાં આજે કરે છે, ઘણાં કાલે કરશે, પણ જયારે કરો ત્યારે ધન નહીં ધન્વન્તરિ દેવની પૂજા કરજો. આરોગ્યરૂપી ધનની આકાંક્ષા રાખજો.
                ધનતેરસ એ ભગવાન ધન્વન્તરિનો જન્મદિવસ છે. ધન્વન્તરિ ભગવાન વિષ્ણુના ૨૪ અવતાર પૈકી ૧૨ મો અંશાવતાર મનાય છે. સમુદ્ર મંથન વખતે નીકળેલાં ચૌદ રતન પૈકી છેલ્લે અમૃતકલશને હાથમાં લઈને તેમનું પ્રાગટય થયેલું. ચાર હાથ ધરાવતા ધન્વન્તરિ ભગવાનના એક હાથમાં આયુર્વેદ ગ્રંથ, બીજામાં અમૃત(ઔષધિ)ક્લશ, ત્રીજા હાથમાં કોઇ જડીબુટ્ટીની ડાળખી અને ચોથા હાથમાં શંખ હતો. (જુઓ તસવીર)
   એકેય હાથમાં સોનામહોર છે ? નથીને ?
    ભગવાન ધન્વન્તરિએ સંસારના કલ્યાણ માટે અમૃતરૂપી ઔષધિઓની શોધ કરી હતી. તેમણે ધન્વન્તરિ સંહિતા લખેલ. તેમની પાસેથી સુશ્રુતે જ્ઞાન પ્રાપ્ત કરી સુશ્રુત સંહિતાની રચના કરી. આ સુશ્રુત મહર્ષિ વિશ્વામિત્રના પુત્ર હતાં. સુશ્રુત ઉપરાંત આત્રેય, ભારદ્વાજ, કશ્યપ, પરાશરને પણ ભગવાન ધન્વન્તરિએ જ્ઞાન આપેલું. આત્રેયે અગ્નિવેશને અને આગળ જતાં ચરકમુનિ વગેરેએ આયુર્વેદ પર સંહિતાઓ લખી. જે આજે આપણે સમજવા મથીએ છીએ.
     આજે ધનતેરસે ભગવાન ધન્વન્તરિની પૂજા કરી આપણા તથા આપણા પરિવારના આરોગ્ય રૂપી ધનની કામના કરવાની હોય છે. સારું આરોગ્ય એ જ સૌથી મોટી મુડી છે. ઔષધીય વનસ્પતિઓ નું મહત્વ સમજવાનો આ દિવસ છે.
      ઉત્તર-પુર્વ દિશામાં પુજાનો બાજોઠ રાખી તેના પર ભગવાન ધન્વન્તરિ કે ભગવાન વિષ્ણુની મુર્તિ કે ફોટો રાખી ભગવાન ધન્વન્તરિનુ સ્મરણ કરવું. તથા ઉત્તમ આરોગ્ય અને રોગોના નાશ માટે પ્રાર્થના કરવી. "ॐ नमो भगवते धन्वंतराय विष्णुरूपाय नमो नमः " મંત્ર નો જાપ કરવો. 
    શું તમે જાણો છો ? ભગવાન ધન્વન્તરિ તેમના વાનપ્રસ્થાશ્રમ દરમ્યાન પ્રભાસ ક્ષેત્રમાં ચોરવાડ પાસે મોટી ધાણેજ, તા. માળીયા હાટીના (જુનાગઢ) ખાતે રહેલાં ? 
    અહીં ભગવાન ધન્વન્તરિ ની સમાધિ પણ છે. આ આશ્રમમાં સફેદ પાનનો વડ છે, તક્ષક નાગની ગુફા છે, કશ્યપઘાટ છે અને અનેક પ્રકારની  ઔષધિઓ છે. અહીં ચોરવાડ પાસેના દરિયામાં જ સમુદ્ર મંથન થયેલું તેમ મનાય છે. દિવાળી પર સોમનાથ ફરવા જાઓ તો વચ્ચે આ સ્થળની મુલાકાત જરૂર લેજો.
  ભગવાન ધન્વન્તરિ વૈદ્યો અને વનસ્પતિ પ્રેમીઓ ના  આરાધ્ય દેવ છે. મારા ઘણાં મિત્રો વાતની શરૂઆત "જય ધન્વન્તરિ" બોલીને કરે છે. આયુષ મંત્રાલય પણ દર વરસે ધનતેરસે આયુર્વેદ દિવસ ઉજવે છે. 
        "જય ધન્વન્તરિ"
      

આ દિવાળી એ કાઇ નવું કરીયે

ભગવાન,

તારા પાસે કાઇ માંગવાના બદલે

તે જે આપ્યું છે

અેનો આભાર વ્યક્ત કરીયે


હવા, પાણી, અન્ન, મિત્રો, કુટુંબ, સંબંધીઓ, પહાડ, ધરતી, આશા, અભિલાષા, આરોગ્ય

ધન, વૈભવ, સંતોષ, લાગણી, ઊજાઁ, બુદ્ધિ, શરીર, શ્રદ્ધા, ધીરજ, સંપર્ક, જ્ઞાન, સમજણ

અનંત છે તારા આશિઁવાદ


તે અમને જે આપ્યું તે અગણિત છે,

અને

તારી ગણતરીઓ ઉપર અમને વિશ્વાસ છે, 

તો માંગીને તારો અવિશ્વાસ શીદને કરીયે?

પરંતુ તારા બાળ છીયે તો

નવા વરસે માંગ્યા વગર પણ કેમ રહીયે

તો ચાલ, આજે કાઇ નવું માંગીયે, 

મારુ છોડીને આપણું માંગીયે


હે પ્રભુ અમને સદૈવ તારા નક્કી કરેલા માર્ગ ઉપર હસતા હસતા ચાલવાની શકિત દે


કોઇનુ ખરાબ ના વિચારીયે

કોઇનુ ખરાબ ના બોલીયે

કોઇનુ ખરાબ ના ઇચ્છીએ 

એવી

બુદ્ધિ, શકિત અને આશિઁવાદ દે


જે કાઇ તારે સુધારવું છે તેની શરૂઆત મારાથી કર.

તારે જે નવું શિખવાડવું છે

તેનો અખતરો મારા ઉપર કર.


અનીતિ નું હું લઈશ નહી

અને

મહેનત થી હું ડરીશ નહી.


હે પ્રભુ,

આ નવા વરસે તને તારા સર્જન એવા અમારા માં

તને વિશ્વાસ અને ગૌરવ પેદા થાય તેવા કામો અમે કરીયે,


ઇમાનદારી,ભાઇચારો,માનવતા અને દયા ની તારી શિખામણો જીવન મા ઉતારીયે, તને ક્યારેય નિરાશ ના કરીયે


Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!