✍️જિલ્લાફેર બદલી કેમ્પમાં 2 ગણા શિક્ષકોને બોલાવવામાં આવશે*
✍️જિલ્લાફેર બદલી કેમ્પમાં ગેરહાજર રહેનાર કે સ્થળ પસંદગી ન કરનાર શિક્ષકની કાયમી siniyority ક્રમ રદ ગણી ત્યાર પછીના શિક્ષકોને લાભ આપવામાં આવશે*
✍️તેમ છતાં જગ્યા ખાલી રહે તો બીજો રાઉન્ડ કરી શિક્ષકોને જિલ્લાફેર બદલીનો લાભ આપવામાં આવશે.
💥પ્રતિનિયુક્તિ દ્વારા બદલી💥
✳️અરજીનો નમુનો, જરૂરી તમામ જુના અને નવા પરિપત્રો
સુધારો
પ્રાથમિક વિભાગ ધો.૧ થી ૫ માટે વિદ્યા સહાયક/શિક્ષકની મુળ જિલ્લામાં ૫(પાંચ) વર્ષની નોકરી પૂર્ણ થયેથી જે વર્ષે જિલ્લાફેર માટે કરેલ અરજી જે તે જિલ્લામાં નોંધાયેલ હોય તે વર્ષને ધ્યાને લઈ સિનિયોરીટી યાદીમાં તે અરજીનો સમાવેશ કરવાનો રહેશે.
ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધો.૬ થી ૮ માટે વિદ્યા સહાયક/શિક્ષકની મુળ જિલ્લામાં ૫(પાંચ) વર્ષની નોકરી પૂર્ણ થયેથી જે વર્ષે જિલ્લાફેર માટે કરેલ અરજી જે તે જિલ્લામાં નોંધાયેલ હોય તે વર્ષને ધ્યાને લઈ સિનિયોરીટી યાદીમાં તે અરજીનો સમાવેશ કરવાની રહેશે.
ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જે શિક્ષકો દ્વારા તેઓ ધો.૧ થી ૫ મા કામ કરતા હતા
અને જિલ્લાફેર બદલીની અરજી કરેલ હોય અને ત્યારબાદ ઉચ્ચ પ્રાથમિક વિભાગનો વિકલ્પ સ્વીકારેલ હોય અને તેની જાણ જે જિલ્લામાં અરજી કરેલ છે તે જિલ્લાને કરેલ હોય તેવા કિસ્સામાં તેઓની અરજી ધો.૬ થી ૮ મા જે તે વિષયના રજીસ્ટરમાં નોંધવાની રહેશે અને આ માટે તેઓએ ધો.૧ થી ૫ માં જિલ્લાફેર બદલીની મુળ અરજી જે વર્ષે કરેલ હોય તે વર્ષથી તેઓની સિનિયોરીટી ગણવાની રહેશે.
પેહલા શું હતું જુવો
પ્રાથમિક વિભાગ (૧થીપ) માટે વિદ્યાસહાયક/શિક્ષકની મૂળ જિલ્લાની નોકરીની દાખલ તારીખના આધારે તથા ઉચ્ચ પ્રાથમિક વિભાગ(૬થી૮) માટે વિદ્યાસહાયક/ શિક્ષકની ઉચ્ચ પ્રાથમિકમાં સમાવ્યાની દાખલ તારીખના આધારે જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ઉપરની વિગત મળેલી અરજીઓ વિભાગ-વિષયવાર શ્રેયાનતા મુજબ જિલ્લા ફેરબદલી રજીસ્ટરમાં નોંધવાની રહેશે.
એટલે કે ધોરણ-૧ થી ૫ માટે વિદ્યાસહાયક/શિક્ષકની મૂળ જિલ્લાની દાખલ તારીખના આધારે અને ધોરણ-૬ થી ૮ માટેનાં વિદ્યાસહાયક/શિક્ષકની ધોરણ-૬ થી ૮ માં ભરતીથી નિમણૂંક પામેલ હોય કે ધોરણ-૬ થી ૮ નો વિકલ્પ લઇ ધોરણ-૬ થી ૮ માં દાખલ થયા તારીખથી નોકરીની કુલ લંબાઇ અનુસાર
અલગ-અલગ સિનિયોરીટી યાદી તૈયાર કરીને વિદ્યાસહાયક/શિક્ષકની બદલી કરવાની રહેશે. |
0 Comments