ગુરુપૂર્ણિમા

Gujrat
By -
0


ગુરુપૂર્ણિમા pdf
અહીં ક્લીક કરો 

અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના પવિત્ર સબંધોને ઉજાગર કરતો તહેવાર છે. ગુરુની શિષ્ય પ્રત્યેની ઉદારતા , પ્રેમ, હૂંફ અને ગર્વ તેમજ શિષ્યના ગુરુ પ્રત્યેના આદર , માન અને નિષ્ઠાને અભિવ્યક્ત કરવાનો તહેવાર છે. આ તહેવાર આપણા દેશમાં ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં ગુરુને સૌથી શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયથી લઈને આજ સુધી ગુરુને હમેશાં શ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યના જિંદગીનું ઘડતર કરે છે.ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે.આચાર્ય દેવો ભવ. ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે. ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.



ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુ શિષ્યના પ્રેમને ઉજાગર કરતો દિવસ છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આજના સમયમાં શાળા કોલેજોમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ઉજવણીની શરૂઆત ગુરુવંદનાથી કરવામાં આવે છે. ગુરુનો મહિમા સમજાવતા ભજનનું ગાન કરવામાં આવતું હોય છે. ગુરુ પૂર્ણિમા અને ગુરુના માહાત્મ્ય અંગે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાના ગુરૂજનોના આશીર્વાદ લઈને જીવનમાં પ્રગતિ કરવાનો સંકલ્પ કરે છે. જીવનમાં સફળ થયેલા લોકો પોતાના જીવનમાં આવેલા શ્રેષ્ઠ ગુરુઓને યાદ કરીને ધન્યતા અનુભવે છે તેમજ ક્યાંક ભૂતપૂર્વ ગુરુજીઓના સન્માન સમારોહ પણ યોજવામાં આવે છે.




गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।

गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः 

ગુરુ શબ્દ બે શબ્દો મળીને બનેલો છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે દૂર કરનાર . ગુરુ એટલે જીવનના અંધકાર માંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર. શિષ્યોના જીવનમાં અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. ગુરુ દીપકની જેમ જાતે જલીને શિષ્યોના જીવનમાં પ્રકાશ પાથરે છે. જીવનના ખરાબ માર્ગેથી બહાર લાવીને સાચો માર્ગ બતાવે એ ગુરુ. બીજા શબ્દોમાં કહીએ તો ગુરુ એટલે સાચા પથદર્શક , સાચા સલાહકાર અને સાચા માર્ગદર્શક. 

“ગુરુ ગોવિંદ દોનો , ખડે કિસકો લાગુ પાય,

બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “




ઉપરોક્ત દુહામાં સંત કબીરજી એ ગુરુનો મહિમા બતાવ્યો છે. ગુરુનો મહિમા બતાવતાં કહ્યું છે કે , એક બાજુ ગુરુ અને બીજી બાજુ સાક્ષાત ભગવાન ઊભા હોય તો આપણને દુવિધા છે કે પહેલાં કોને પગે લાગું. ત્યારે પહેલાં ગુરુને જ વંદન કરવા જોઈએ જેમણે તમને જ્ઞાનરૂપી પ્રકાશથી સત્યનો સાક્ષાત્કાર કરાવ્યો. આપણે ગુરુના હંમેશા આભારી છીએ કે જેમણે આપણને જીવનનો સાચો માર્ગ બતાવ્યો છે.



*ગુરુ પુનમ પહેલા ગુરુની સમજણ*

 _____________________


 *ગુરુ શું છે*


 *1) ગુરુ એ દરેક સવાલનો જવાબ છે*

 *2) ગુરુ એ દરેક મુશ્કેલીની યુક્તિ છે*

 *3) ગુરુ એ જ્ઞાનનો ભંડાર છે*

 *4) ગુરુ માર્ગદર્શક છે*

 *5) ગુરુ એ અનુભૂતિ છે*

 *6) ગુરુ એ પ્રેમ છે*

 *7) ગુરુ જ્ઞાનની વાણી છે*

 *8) ગુરુ એ આપણા જીવનનો ચમત્કાર છે*

 *9) ગુરુ એક મિત્ર છે*

 *10) ગુરુ ભગવાન સ્વરૂપ છે*

 *11) ગુરુ એ આધ્યાત્મિકતાની વ્યાખ્યા છે*


 *ધન્ય છે તે લોકો જે ગુરુ સાથે સંપર્કમાં છે* *અને તેમની સાનિધ્યમાં  જીવનનું થોડું જ્ઞાન  અને શિક્ષણ પ્રાપ્ત કરવાની તક મળી.*

*ગુરુ શબ્દ અને ગુરુનું જીવન સમુદ્રની ઉંડાઈ જેટલુ છે જેનું વર્ણન કરી શકાતું નથી.*

  

*આખી ધરતીને  કાગળ કરૂ*

*બધી વનરાઈ ની લેખની*

*સાત સુમંદર ની શાહી કરૂ*

*ગુરુ તણા ગુણા ન લખી શકાય.*


*ગુરુ નું મહત્વ*


*કર્તા કરે ન કર શકે, ગુરુ કરે સબ હોય*

*સાત દ્વિપ નૌ ખંડ મે ગુરુ સે બડા ન કોઈ.* 


*ગુરુનો હાથ પકડવા ને બદલે તમારો હાથ ગુરુને પકડાવો* 

*કારણ કે આપણે આકસ્મિક રીતે ગુરુનો હાથ છોડી શકીએ છીએ, પરંતુ ........*

 *ગુરુ જેનો હાથ પકડે તે કદી છોડતા નથી*


*ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા.*

*ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:*


*ગુરુ વિના જ્ઞાન  અધૂરું છે, ગુરુ આપણને સાચો રસ્તો બતાવે છે.*

*તેથી આપણે ગુરુની દરેક આજ્ઞા નું પાલન કરવું જોઈએ.*

*ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણએ પણ ગુરુ પાસે શિક્ષણ મેળવવું હતું.*

*આપણા ગ્રંથોમાં ગુરુભક્તિના ઘણા ઉદાહરણો છે.*


     *ગુરુ જ માર્ગદર્શક છે.*


*આત્મા માટે તમારે જાતે પ્રયત્ન કરવો પડશે.*

*ગુરુએ રસ્તો બતાવ્યો છે,*

*તમારે ચાલવું પડશે.*

*ગુરુએ ઉપદેશ આપ્યો છે,*

*અનુસરવું તમારે પડશે.*

*મુક્તિ ગુરુની વાહ વાહ દ્વારા પ્રાપ્ત થતી નથી.*

*ગુરુ વચન પ્રમાણે ચાલવાથી મોક્ષ મળે છે*


*ગુરુદ્વાર પર જયારે જવું હોયતો  હૃદય શુદ્ધ કરી ને જવુ....*


*જ્યારે ગુરુની વાત સાંભળવી, તમારા કાન ખુલ્લા રાખો…*


*જ્યારે ગુરુમાં વિશ્વાસ કરવો, હોય તો તમારી આંખો બંધ રાખો…*


*જ્યારે ગુરુને અર્પણ થવુ હોય તો તમારું હૃદય ખુલ્લુ રાખો ……*


*જ્યારે ગુરુનો સત્સંગ સાંભળવો હોય તો મોં બંધ રાખો ...*


*ગુરુની સેવા ક્યારે કરવી હોય તો ઘડિયાળ બંધ રાખો.....*


*જ્યારે ગુરુ પાસે વિનંતી કરવી હોયતો દિલ ખોલી દેવુ... !!!*


*આ ગુરુનો દ્વાર છે*

*તે અહીં મનમા નથી થતી,*

*એ પણ વાત પ

Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!