સેવા પોથી

Gujrat
By -
0


👉સર્વિસ બુક ગાંધીનગર મોકલવા બાબત નો પત્ર ઓગસ્ટ 2022


DOWNLOD


 👫સર્વિસ બુક ગાંધીનગર મોકલવા બાબત પત્ર

DOWNLOD

નીચે ની pdf માં સેવા પોથી ની

બધીજબાબતો નો સમાવેશ છે સર્વિસ બુક pdf


Service Book (સેવાપોથી)

: Topics

 • સેવાપોથી શા માટે?

 • સેવાપોથીના સામાન્ય નિયમો.

 • સેવાપોથીમાં પ્રસંગોની તથા જન્મતારીખની નોંધ કરવાની પધ્ધતિ.

 • સેવાપોથી અને સેવા પત્રકના નિરીક્ષણ બાબત.

સેવાપોથી શા માટે?

કર્મચારી / અધિકારીઓના સેવાના રેકર્ડની જાળવણી માટે દરેક સરકારી કર્મચારી / અધિકારીની વ્યક્તિગત સેવાપોથી નિભાવવામાં આવે છે.

સેવાપોથી ના સામાન્ય નિયમો.

ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો -2002 ના પ્રકરણ -4 સેવાના રેકર્ડની જાળવણી મુજબ.

 • વિભાગના વડા સિવાય રાજ્ય પાત્રિત કે બિન રાજય પાત્રિત સરકારી કર્મચારીની કાયમી જગા પર કાયમી કે અવેજી હેસિયતથી અથવા તો હંગામી જગા પર પ્રથમ નિમણુક આપવામાં આવે ત્યારે સરકાર વખતો વખત નિયમ કરે તે મુજબના નમૂનામાં તેની સેવાપોથી વિનામૂલ્યે બે નકલમાં ખોલવામાં આવશે. (નિયમ - 38(1))

 • કર્મચારી જે કચેરીમાં નોકરી કરતો હોય તે કચેરીના વડાના કબજામાં સેવાપોથીની એક નકલ રાખવામાં આવશે. આ નકલ કર્મચારીની બદલી પ્રસંગે એક કચેરીમાંથી બીજી કચરી ખાતે તાબદલી કરવામાં આવશે. (નિયમ - 38(2))

 • સેવાપોથીની બીજી નકલ જે તે કર્મચારીને આપવાની રહેશે. (નિયમ - 38(2))

 • કચેરીના વડાના કબજામાં રાખવામાં આવેલ નકલના કિસ્સામાં દરેક નોંધ યોગ્ય રીતે કરી પ્રમાણિત કરવામાં આવે તે જોવાની તેમની ફરજ છે. (નિયમ - 38(2))

 • કર્મચારી પાસેની બીજી નકલમાની નોંધો તે કર્મચારીએ કાળજી પૂર્વક તપાસી લઇ સબંધિત તમામ નોંધો તેમાં કરાવ્યાનો તથા તે અદ્યતન હોવાનો સંતોષ થયા બાબતનો એકરાર દર વર્ષે કચેરીના વડા અધિકારીએ મેળવી લેવો. (નિયમ - 38(3))

 • ઉપરોક્ત એકરાર મેળવી લેવામાં આવ્યા બાબતનું પ્રમાણપત્ર તે કચેરીના વડા અધિકારીએ વર્ષના સપ્ટેમ્બર માસના અંત સુધીમાં તેમના ઉપરી અધિકારીને સાદર કરવું. (નિયમ - 38(3))

 સેવાપોથીમાં પ્રસંગોની તથા જન્મતારીખની નોંધ કરવાની પધ્ધતિ.

 • સરકારી કર્મચારીની સત્તાવાર કારકિર્દીના સમય દરમિયાન હંગામી તેમજ અવેજી સહિતની બધા પ્રકારની બઢતીઓ, ઇજાફા બદલીઓ તેમજ ભોગવેલ રજા સહિતની બધી બાબતો જે તે સમયે નિયમિત રીતે અને એક સાથે સેવાપોથીમાં નોંધાવી પડશે. (નિયમ - 40(1))

 • દરેક નોંધની યોગ્ય ખરાઈ ખાતાના આદેશો, પગારબીલ અને રજા હિસાબના સંદર્ભે કરીને કચેરીના વડા અધિકારી દ્વારા પ્રમાણિત કરાવી પડશે. (નિયમ - 40(1))

 • જો સરકારી અધિકારી પોતે કચેરીના વડા હોય તો તેની તરતના ઉપરી અધિકારી પાસે તે પ્રમાણિત કરાવવી જોઈએ. (નિયમ - 40(1))

 જન્મ તારીખની નોંધ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. (નિયમ - 40(2))

  • દસ્તાવેજી પુરાવાને લક્ષમાં લઈને જન્મ તારીખની ખરાઈ કરી આધારભૂત દસ્તાવેજનો પ્રકાર જણાવતું પ્રમાણપત્ર સામેલ કરવું.

  • જેમના જન્મના વર્ષની જાણ હોય પણ જન્મ તારીખની જાણ ન હોય તેવા સરકારી કર્મચારીના કિસ્સામાં જન્મ તારીખ ૧લી જુલાઈ ગણવી.

  • જન્મના વર્ષ અને માસ બંનેની જાણ હોય પણ ચોક્કસ તારીખની જાણ ન હોય ત્યારે તે માસની ૧૬ મી તારીખને જન્મ તારીખ ગણવી.

  • સેવાપોથીમાં એક વખત જન્મ તારીખની નોંધ થઇ ગયા બાદ પ્રસ્તુત વ્યક્તિ સિવાયની બીજી વ્યક્તિની કાળજીના અભાવને લીધે અથવા દેખીતી રીતે કારકુનની ભૂલ છે એમ જણાય તે સિવાય તે નોંધમાં ત્યાર પછી કોઈ ફેરફાર થઇ શકશે નહિ.

  • અસાધારણ રજા, તાલીમ, ફરજમોકૂફી, બરતરફી અથવા છૂટા કરવા, ફરજિયાત નિવૃત્તિ અને પુનર્નિયુક્તિ વચ્ચેનો સમયગાળો અને તે જ રીતે રાજીનામું આપી પાછું ખેંચી લેવા વચ્ચેનો સમયગાળો, અનધિકૃત ગેરહાજરી, હડતાલમાં ભાગ લેવો, જોઈનીંગ ટાઈમના અતિક્રમણ જેવા કિસ્સાઓ કે જે પેન્શનપાત્ર કુલ નોકરી (ક્વોલીફાઈગ સર્વીસ) ઉપર અસરકારક બને, તેની નોંધ સેવાપોથીના વિશિષ્ટ રંગના જુદા પાના ઉપર કરી તેની પેન્શનના હેતુ માટે ગણતરી કરવી કે નહિ તે સંબંધે, જે તે કિસ્સા મુજબ, કચેરીના કે ખાતાના વડા અધિકારીની સ્પષ્ટ ટિપ્પણી સહિત કરવામાં આવશે. (નિયમ-40(5))

  • સામાન્ય ભવિષ્યનિધિ, પેન્શન, સરકારી વિમા યોજના વગેરે બાબતે કર્મચારીએ ભરેલ નામ નિયુકતિના નોમિનેશન ફોર્મની નકલ સેવાપોથીમાં રાખવી. (નિયમ-40(6))

ખાતાના વડા અધિકારીએ હુકમ કર્યા સિવાય સેવાપોથીમાં ચારિત્ર્ય અંગેના પ્રમાણપત્રો નોંધવા કે દાખલ કરવા નહીં. ( નિયમ-42)

 • પોતાના વહીવટી નિયંત્રણ હેઠળના કર્મચારીને દર વર્ષે સેવાપોથી બતાવવાની કચેરીના વડાની ફરજ રહેશે. (નિયમ- 43)

 • જયારે કર્મચારીની એક કચેરીમાંથી બીજી કચેરીમાં બદલી થાય ત્યારે બદલીનો પ્રકાર અને કારણ સાથે તેમજ તે અગાઉની તમામ નોંધ પૂર્ણ કરીનેજ બદલી થયેલ કચેરીના વડાને મોકલવી. (નિયમ-44)

 • સેવાપોથી મળતાં તેમાં ખામી કે ત્રુટિ જણાય તો તેને સ્વીકારતા પહેલા સેવાપોથી મોકલી આપનાર અધિકારીને પરત કરવી.જેની બદલી વઈ હોય તેવા બિન રાજયપત્રિત કર્મચારીને સેવાપોથી સોંપવી નહીં. (નિયમ-44)

 • સેવામાંથી નિવૃત થતા, રાજીનામું આપતા અથવા છૂટા કરવામાં આવતા કર્મચારીને સેવાપોથી કે સેવા રોલ આપવા નહિ. (નિયમ -49)


 સેવાપોથી અને સેવા પત્રકના નિરીક્ષણ બાબત. (નિયમ -48)

સેવાપોથી અને સેવા પત્રકનું નિરીક્ષણ કરવાની ફરજ કચેરીઓનું નિરીક્ષણ કરતા અધિકારીઓની છે જે અંગે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે .

 • સેવાપોથી / પત્રક અદ્યતન કરવામાં આવેલ છે.

 • નોંધો યોગ્ય રીતે કરવામાં આવી છે અને તે પ્રમાણિત કરેલ છે.

 • ખરાઈ યોગ્ય રીતે કરવામાં આવેલ છે.

 • જરૂરી નિવેદનો અને પુરાવા પ્રાપ્ત કરેલ છે.

 • કચેરીના વડા અધિકારીઓએ ખરાઈ કાર્યના પ્રમાણપત્રો યોગ્ય રીતે નોંધ્યા છે.Post a Comment

0Comments

Post a Comment (0)

Popular Posts

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!